Divso Judaina Jaay Chhe

Divso Judaina Jaay Chhe Lyrics

Gujarati Geeto Mohammad Rafi  by Mohammed Rafi

Song  ·  12,500 Plays  ·  5:19  ·  Gujarati

© 2020 Saregama

Divso Judaina Jaay Chhe Lyrics

દિવસો જુદાઈના જાય છે
એ જશે જરૂર મિલન સુધી
મારો હાથ ઝાલીને લઈ જશે
મુજેશત્રુઓ જ સ્વજન સુધી
મારો હાથ ઝાલીને લઈ જશે

ન ધરા સુધી, ન ગગન સુધી
નહીં ઉન્નતિ, ન પતન સુધી
ન ધરા સુધી, ન ગગન સુધી
નહીં ઉન્નતિ, ન પતન સુધી

ફકત આપણે તો જવુ હતું
એકમેકના મન સુધી
મારો હાથ ઝાલીને લઈ જશે

તમે રાંકનાં છો રતન સમાં
ન મળો હે અશ્રુઓ ધૂળમાં
તમે રાંકનાં છો રતન સમાં
ન મળો હે અશ્રુઓ ધૂળમાં

જો અરજ કબૂલ હો આટલી
તો હૃદયથી જાઓ નયન સુધી
મારો હાથ ઝાલીને લઈ જશે

તમે રાજરાણીનાં ચીર સમ
અમે રંક નારની ચૂંદડી
તમે રાજરાણીનાં ચીર સમ
અમે રંક નારની ચૂંદડી

તમે બે ઘડી રહો અંગ પર
અમે સાથ દઈએ કફન સુધી
મારો હાથ ઝાલીને લઈ જશે

જો હૃદયની આગ વધી ′ગની'
તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી
જો હૃદયની આગ વધી ′ગની'
તો ખુદ ઈશ્વરે જ કૃપા કરીv

કોઈ શ્વાસ બંધ કરી ગયું
કે પવન ન જાય અગન સુધી
મારો હાથ ઝાલીને લઈ જશે
મુજે શત્રુઓ જ સ્વજન સુધી
મારો હાથ ઝાલીને લઈ જશે

Writer(s): Purshottam Upadhyay, Purushottam Upadhyay, Gani Dahinwala<br>Lyrics powered by www.musixmatch.com


More from Gujarati Geeto Mohammad Rafi

Loading

You Might Like

Loading


5m 19s  ·  Gujarati

© 2020 Saregama

FAQs for Divso Judaina Jaay Chhe